I AM SANJAY EZHAVA —
Fight against Corruption
About Sanjay Ezhava - સંજય ઇઝાવા વિશે
હું સંજય ઇઝાવા ૧૯૭૬ માં કેરાલાના અલેપ્પી જીલ્લામાં જન્મેલ ભારતના નાગરિક છું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરેલ હું ૧૯૯૭ માં ગુજરાતમાં સ્થાઈ થયેલ છું. M/s. SS Construction Co નામથી મારા કન્સ્ટ્રકશન કંપની ગુજરાતભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો છેલ્લા ૨૦ વર્ષથી કરું છું. છેલ્લા ૧૫ વર્ષથી હું ઘણી સામાજિક સંસ્થા જોડે “સમાજ સેવાની” પ્રવુતિમાં જોડાયો છું. હાલમાં હું “હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- HHCT” ના પ્રમુખ તરીકે સંસ્થામાં કાર્યરત છું. HHCT જરૂરતમંદ એવા પછાતવર્ગ તથા આદિવાસી લોકોને જમવાનું, વસ્ત્રદાન, મેડીકલ સહાય, શૈક્ષણિક સહાય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તથા નાગરિકોના અધિકાર અને ફરજો, સરકાર દ્વારા મળતા અલગ અલગ યોજનાના લાભો અને કાયદાઓની જાગૃતિ વિશેની સમજ આપવામાં આવે છે.
સુરતની એર કનેક્ટિવિટી વધારવા તથા સુરત એરપોર્ટને વિશ્વ કક્ષાનું “આંતરરાષ્ટ્રીય એરપોર્ટ” બનવવા માટે કામ કરતી સંસ્થા “સુરત એરપોર્ટ એક્શન કમિટી”નો પણ પ્રમુખ છું. મારી આગેવાની હેઠળ આ સંસ્થા દ્વારા લોકોને સુરત એરપોર્ટ વિષયની તમામ માહિતી પૂરી પાડી,જાગૃતિ લાવી, લોકોને વધારેમાં વધારે સુવિધા અપાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે ભારતની તમામ ખાનગી એરલાઇસન્સના CEO / ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જોડે મીટીંગો કરી સુરતના પોટેન્શલ વિષે જ્ઞાન આપી સુરત વિમાની સેવા ચાલુ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. તથા એવિએશન મીનીસ્ટ્રીમાં યોગ્ય રજુઆતો કરીને સુરતની જનતાનો અધિકાર એવા “સુરત ઇન્ટેરનેશનલ એરપોર્ટની” જાહેરાત કરાવવા માટે વારંવારની રજુઆતો, પત્ર વ્યવાહરો, આંદોલનો કરી સુરત એરપોર્ટ એક્શન કમિટીને મજબૂત કરવામાટેની તક આપવા બદલ હું દરેક નાગરિકોનો આભારી છું.
એક જાગૃત નાગરિક તરીકે સામાન્ય લોકોને થઇ રહેલ અન્યાય સામે ,ભ્રષ્ટાચાર સામે, કાયદાઓ વિરુધ્ધ થઈ રહેલ કામગીરી સામે હું સમયે સમયે અવાજ ઉઠાવું છું. જેનાં માટે “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” હેઠળ અલગ અલગ સરકારી, અર્ધ સરકારી ખાતામાંથી અલગ અલગ માહિતી માંગીને જે-તે ખાતામાં થઇ રહેલ ભ્રષ્ટાચાર બહાર લાવવાની કોશિશ કરી રહ્યો છું. મારા ભારત દેશને આગળ લઇ જવામાટે હું પોતે મારા કર્તવ્ય સમજીને ભ્રષ્ટાચાર દૂર કરવા લડત આપી રહ્યો છું.
સમાજ સેવાના ભાગરૂપે મારા દ્વારા નામદાર ગુજરાત ઉચન્યાયાલય માં સંખ્યાબંધ જાહેર હિતની યાચીકાઓ (PIL) કરી જનતા સાથે થઇ રહેલ અન્યાય/અગવડ સામે અવાજ ઉઠવવાનો મારો પ્રયાસ ચાલુ છે. જેમાં સુરત એરપોર્ટને લઈને સુરતીઓને થઇ રહેલ અન્યાય હોય, ખાનગી મોલ, મલ્ટીપ્લેક્સ દ્વારા ખોટી રીતે ઉઘરાવી રહેલ પાર્કિંગ ફી હોય, પોતાના ઘરનો નાસ્તો સિનેમા હોલમાં લઇ જવાના હક માટે હોય કે પછી સરકારી અધિકારીઓ પોતાના અંગત લાભ માટે દુરુપયોગ કરી રહેલ જનતાના ટેક્ષની રકમ હોય, કોઈ પણ નિયમ વિરુદ્ધ કામમાં અવાજ ઉઠાવવા હું હંમેશા જનતા જોડે આગળ જ હોઉં છું.
What People are saying about us
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.
Lomo raw denim hoodie, ennui tilde trust fund gentrify Neutra Intelligentsia. Lumbersexual cornhole authentic, four loko keytar YOLO cold-pressed kickstarter Portland raw denim. hello
Lomo raw denim hoodie, ennui tilde trust fund gentrify Neutra Intelligentsia. Lumbersexual cornhole authentic, four loko keytar YOLO cold-pressed kickstarter Portland raw denim. hello