About Mr. Sanjay Ezhava

હું સંજય ઇઝાવા ૧૯૭૬ માં કેરાલાના અલેપ્પી જીલ્લામાં જન્મેલ ભારતના નાગરિક છું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરેલ હું ૧૯૯૭ માં ગુજરાતમાં સ્થાઈ થયેલ છું. M/s. SS Construction Co નામથી મારા કન્સ્ટ્રકશન કંપની ગુજરાતભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો છેલ્લા ૨૦ વર્ષથી કરું છું. છેલ્લા ૧૫ વર્ષથી હું ઘણી સામાજિક સંસ્થા જોડે “સમાજ સેવાની” પ્રવુતિમાં જોડાયો છું. હાલમાં હું “હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- HHCT” ના પ્રમુખ તરીકે સંસ્થામાં કાર્યરત છું. HHCT જરૂરતમંદ એવા પછાતવર્ગ તથા આદિવાસી લોકોને જમવાનું, વસ્ત્રદાન, મેડીકલ સહાય, શૈક્ષણિક સહાય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તથા નાગરિકોના અધિકાર અને ફરજો, સરકાર દ્વારા મળતા અલગ અલગ યોજનાના લાભો અને કાયદાઓની જાગૃતિ વિશેની સમજ આપવામાં આવે છે.

know more

Our Activities

એક જાગૃત નાગરિક તરીકે સામાન્ય લોકોને થઇ રહેલ અન્યાય સામે ,ભ્રષ્ટાચાર સામે, કાયદાઓ વિરુધ્ધ થઈ રહેલ કામગીરી સામે હું સમયે સમયે અવાજ ઉઠાવું છું. જેનાં માટે “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” હેઠળ અલગ અલગ સરકારી, અર્ધ સરકારી ખાતામાંથી અલગ અલગ માહિતી માંગીને જે-તે ખાતામાં થઇ રહેલ ભ્રષ્ટાચાર બહાર લાવવાની કોશિશ કરી રહ્યો છું. મારા ભારત દેશને આગળ લઇ જવામાટે હું પોતે મારા કર્તવ્ય સમજીને ભ્રષ્ટાચાર દૂર કરવા લડત આપી રહ્યો છું.

know more

Our Achievements

સમાજ સેવાના ભાગરૂપે મારા દ્વારા નામદાર ગુજરાત ઉચન્યાયાલય માં સંખ્યાબંધ જાહેર હિતની યાચીકાઓ (PIL) કરી જનતા સાથે થઇ રહેલ અન્યાય/અગવડ સામે અવાજ ઉઠવવાનો મારો પ્રયાસ ચાલુ છે. જેમાં સુરત એરપોર્ટને લઈને સુરતીઓને થઇ રહેલ અન્યાય હોય, ખાનગી મોલ, મલ્ટીપ્લેક્સ દ્વારા ખોટી રીતે ઉઘરાવી રહેલ પાર્કિંગ ફી હોય, પોતાના ઘરનો નાસ્તો સિનેમા હોલમાં લઇ જવાના હક માટે હોય કે પછી સરકારી અધિકારીઓ પોતાના અંગત લાભ માટે દુરુપયોગ કરી રહેલ જનતાના ટેક્ષની રકમ હોય, કોઈ પણ નિયમ વિરુદ્ધ કામમાં અવાજ ઉઠાવવા હું હંમેશા જનતા જોડે આગળ જ હોઉં છું.

know more

5 Reasons
Why you should contact Sanjay Ezhava?

Sanjay Ezhava Fights for each every person's Rights.

Sanjay Ezhava is a RTI Activist

કાયદાના દાયરામાં રહીને કોઈપણ પ્રશ્નોનું નિવારણ લાવવામાં તથા પોલીસ, સ્થાનિક સત્તાધિશો, મામલતદાર / કલેકટર કચેરી, કોર્ટમાં લગતી ફરિયાદો પારખીને યોગ્ય રજુઆત યોગ્ય સક્ષમ સત્તા પાસે કરવામાં કાયદાની જાણકારી જરૂરી છે. સામાજિક મુદ્દાઓ ઉપર ૧૦૦૦ થી વધારે RTI અંતર્ગત અરજીઓ અને ૨૦ જેટલા કોર્ટ કેસોમાં અરજદાર અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માં જાહેરહિતની યાચિકામાં પાર્ટી ઇન પેર્સન (વકીલ વગર અરજદાર પોતે) તરીકે રીટ પેટીશન દાખલ કરાવીને જનતાના હિતમાં સરકાર પાસેથી નિર્ણય લેવડાવામાં સંજય ઇઝાવા સફળ રહેલ છે.

Sanjay Ezhava is a Human rights Activist

ભારતનું સંવિધાન ભારતના દરેક નાગરિકને આપવામાં આવેલ મૂળભૂત અધિકાર અને માનવ અધિકારથી કોઈપણ નાગરિક વંચિત નહી રહે તે હેતુથી સદર કાર્ય ઉપર ધ્યાન રાખવા માટે સરકાર શ્રી દ્વારા અલગ અલગ ઓથોરીટી ને કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર માનવ અધિકાર આયોગ અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ મુખ્ય છે. સમાજમાં થતા કોઈ પણ માનવ અધિકારના ભંગ યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે અને યોગ્ય સમયે રજુઆત કરવી એક જાગૃત નાગરિકની ફરજ છે. ઘણા બધા માનવ અધિકાર ભંગ કેન્દ્ર અને રાજય માનવ અધિકાર આયોગમાં દાખલ કરાવેલ સંજય ઇઝાવા ગુજરાતના એક જાણીતા માનવ અધિકાર એક્ટિવિસ્ટ છે.

Sanjay Ezhava is a Non Political Social Worker

.:- પોલીટીકલ પાર્ટીમાં જોડાયા વગર જનતાને ઉત્તમ સેવા આપી શકાઈ છે એવા ઘણા ઉદાહરણો ભારતમાં છે. કોઈપણ પક્ષમાં જોડાયા વગર પણ બધા પક્ષના કાર્યકરો સાથે મળીને કોઈપણ અગવડનું નિવારણ લાવવાના પ્રયત્નો એક નોન પોલીટીકલ સમાજસેવક થી થઇ શકે છે.

Sanjay Ezhava is a Non Political Social Worker

પોલીટીકલ પાર્ટીના રંગ જોયા વગર કોઈપણ પક્ષના અને આમ જનતાને સાચી સલાહ અને મદદ કરવામાં હમેશા સંજય ઇઝાવા આગળ છે.

Sanjay Ezhava is a Legal Activist

કાયદાના દાયરામાં રહીને કોઈપણ પ્રશ્નોનું નિવારણ લાવવામાં તથા પોલીસ, સ્થાનિક સત્તાધિશો, મામલતદાર / કલેકટર કચેરી, કોર્ટમાં લગતી ફરિયાદો પારખીને યોગ્ય રજુઆત યોગ્ય સક્ષમ સત્તા પાસે કરવામાં કાયદાની જાણકારી જરૂરી છે. સામાજિક મુદ્દાઓ ઉપર ૧૦૦૦ થી વધારે RTI અંતર્ગત અરજીઓ અને ૨૦ જેટલા કોર્ટ કેસોમાં અરજદાર અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માં જાહેરહિતની યાચિકામાં પાર્ટી ઇન પેર્સન (વકીલ વગર અરજદાર પોતે) તરીકે રીટ પેટીશન દાખલ કરાવીને જનતાના હિતમાં સરકાર પાસેથી નિર્ણય લેવડાવામાં સંજય ઇઝાવા સફળ રહેલ છે.

A Fearless Human Being

સરકાર શ્રી અને સિસ્ટમની ભૂલો ચીંધી જ્યાં સુધી સુધારો ના થાય ત્યાં સુધી વારંવારની રજુઆતો અને કાયદાનો દુરુપયોગ કરતા કોઈપણ વ્યક્તિ / સંસ્થા / અધિકારી / ચુંટાયેલ જન પ્રતિનિધિ સામે પણ ન્યાય માટે લડત ચલાવવા માટે દરેક નાગરિક પાસે હિંમત હોતી નથી. એમના દ્વારા કોઈપણ કાયદાનો ભંગ ના થાય તેનું ધ્યાન રાખીને કાયદાની જાણી જોઇને / અંગત લાભ માટે કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ / સંસ્થા / અધિકારી / ચુંટાયેલ પ્રતિનિધિ સામે ચેહરો જોયા વગર ફરિયાદ અને કાર્યવાહી ના થાય ત્યાં સુધી ચટ્ટાન ની જેમ સામનો કરવાની હિંમત સંજય ઇઝાવા એ ઘણાં બધાં મુદ્દાઓમાં દર્શાવી ચુક્યા છે.